ધરમપુર તાલુકાની મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

  

આજરોજ તા.24/06/2023 ના દિને ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી પ્રાથમિક શાળા ખાતે SMCના અધ્યક્ષ અને અનિલભાઇ અને શિક્ષણવિદ્  પ્રદિપ ભાઈ અને સમિતિ દ્વારા  ધરમપુર RFO શ્રી હિરેનભાઈ અને શક્તિસિંહ ચાવડાના હસ્તે વૃક્ષારોપણના કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જ્યાં હિરેનભાઈ દ્વારા સ્કૂલમાં આજે 11 શાળાનાં બાળકો આવ્યા હોય એમને અને ગ્રામજનોને પર્યાવરણની જાળવણી અંગે અને એનું મહત્વ અને જંગલ બચાવવા અંગેની માહિતી આપી અને અમારી SMC 5000 વૃક્ષો રોપવાનું આયીજન કરેલ હોય એમ પણ સહકાર આપવા માટે હિરેનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું, સાથે નીલમભાઈ (ખોબા ગામ) દ્વારા જણાવવામાં આવ્યું કે ઉનાળા દરમિયાન પાણી પીવડાવવા ની કામગીરીમાં અમે સહકાર આપીશુંની વાત કરી હતી.

જેમાં ધરમપુર તાલુકા યુવા આદિવાસી સામાજિક કાર્યકર અને તાલુકા પંચાયત સદસ્યશ્રી કલ્પેશભાઈ પટેલ, માજી સરપંચશ્રી નવીનભાઈ પવાર, ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમભાઈ,સભ્યશ્રી મગનભાઈ, સભ્યશ્રી,જયેશભાઇ, સભ્યશ્રી સુનિલભાઈ, સભ્યશ્રી મહેન્દ્રભાઈ સભ્ય સચિવ રાજેન્દ્રભાઈ સભ્યશ્રી કૌશિકભાઈ, અશોકભાઈ, હરિલાલ ભાઈ , પ્રિયંકાબેન સંગીતાબેન, જશોદાબેન, અનિષાબેન,સ્મિતાબેન જ્યાં શાળાના શિક્ષક મિત્રો ગામના વડીલશ્રીઓ હાજર રહ્યા હતા.




Post a Comment

0 Comments