તા.04/07/2023 ના દીને મોટીઢોલ ડુંગરી ગામે ગામદેવી પાસે હવન કરી મા પ્રકૃતિની પૂજા કરવામાં આવી અને અગાઉ તા.25/06/2023 એ ધરમપુર તાલુકા ના પીપરોળ ગામે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની મોટીઢોલ ડુંગરી ગામના વડીલો દ્વારા પૂજા કરવામાં આવી હતી
અને આજે ગામ માં ગામદેવી પાસે આખુ ગામ ભેગું થઈ ને હવન કરી પૂજા કરવામાં આવી
વડીલોના જણાવ્યા મુંજબ વરસાદી દેવની પૂજા કરીને સારો વરસાદ,ગામમાં સુખ શાંતિ,સારી ખેતી રહે,સારો પાક થાય,ગામમાં કોઈ મુશ્કેલીના આવે જેવી માંગણી પ્રકૃતિને પ્રાર્થના કરીને કરવામાં આવે છે
જ્યાં ગામના આદરણીય વડીલો મોટી સંખ્યામાં આવ્યા હતાં અને ગામના દરેક ફળિયાના વડીલો સાથેમાં પ્રકૃતિની પૂજા કરવામાં આવી
"આ કોઈ અંધ શ્રદ્ધા નથી અમારા વડીલોએ જાળવેલ વર્ષો જૂની મારા સમાજની પરંપરા છે"
-કલ્પેશ પટેલ
0 Comments