કપરાડાના સુથારપાડા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

    


તા.28/10/2023 ની રાત્રે કપરાડા તાલુકાના સુથારપાડા ગામે જય આદિવાસી મહાસંઘ દ્વારા આયોજિત ગરબા રાસ નૃત્ય સ્પર્ધા અને આદિવસી સમાજની જનજાગૃતિનું આયોજન ભાસ્કરભાઈ,અને સુથારપાડા ગામના  સરપંચશ્રી રાજેશભાઈની આગેવાનીમાં કરવામાં આવ્યું.

જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી.  આદિવાસી વિસ્તારમાં જે અપમૃત્યુના બનાવો બની રહ્યા હોઈ જે બાબતે માં બાપ, યુવાનો અને આગેવાનોએ જવાબદારી સ્વીકારી  યુવક-યુવતીઓને જાગૃત કરવાની વાત આગેવાનો દ્વારા કહેવામાં આવી.

જ્યાં વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ ખાસ હાજર રહ્યા હતા સાથે માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી જયશ્રી બેન,ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ,તાલુકા પંચાયત સભ્યશ્રી કુંજાલી બેન,સરપંચશ્રી જયેંદ્ર ભાઈ,સામાજિક આગેવાન બીસ્તુ ભાઈ,સામાજિક આગેવાન કાંતિલાલ સરનાયક,રાહુલ પટેલ,દશરથભાઈ,દિવ્યેશભાઈ સિગાડે હાજર રહ્યા.

Post a Comment

0 Comments